"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

SCIENCE NEWS



             મકાનની દીવાલ ચણવા માટે પથ્થર શ્રેષ્ઠ માધ્યમ છે  અને તે જમીનમાં મેળવીને સીધો જ ઉપયોગ કરી શકાય છે. પ્રાચીન મકાનો અને કિલ્લાઓ પથ્થર વડે જ બનેલા. મકાનો બાંધવાનું કામ સરળ અને ચોકસાઇપૂર્વકનું બનાવવા માટે ઇંટનો ઉપયોગ શરૃ થયો. માટીની બનેલી લંબચોરસ ઇંટ પણ પ્રાચીનકાળથી બાંધકામમાં વપરાય છે.જમીનમાંથી મળતી માટીમાં અનેક ધાતુદ્રવ્યો હોય છે. માટીમાંથી બનતી લાલ ઇંટમાં લોહતત્ત્વ વધુ હોવાથી લાલ બને છે. માટી અને પાણીના મિશ્રણને ઢાળીને તેમાંથી લંબચોરસ ઇંટો બનાવાય છે. કાચી ઇંટને ૧૦૦૦ સેન્ટીગ્રેડગરમીમાં તપાવીને પકવાય છે. આ માટે મોટી ભઠ્ઠીઓ હોય છે. એલ્યુમિનિયમ અને સિલિકોન ધરાવતી માટીમાંથી પીળારંગની સિરામિક ઇંટ પણ બને છે. પરંતુ સાદી લાલ ઇંટોનો વ્યાપક ઉપયોગ થાય છે.ઇંટ સામાન્ય રીતે ૮ ઇંચ લાંબી, ૩.૫ ઇંચ પહોળી અને ૩ ઇંચ ઉચી હોય છે. વિશ્વભરના દેશોમાં થોડા ફેરફાર સાથે લગભગ આ માપની ઇંટો જ બને છે. જમીનમાંથી માટી ખોદીને તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી ચાળીને શુદ્ધ માટી મેળવવામાં આવે છે. પાવડર સ્વરૃપ માટીમાં પાણી ભેળવી તેના મિશ્રણને ઘટ્ટ કણક જેવું બનાવાય છે. તેમાંથી લંબચોરસ બિબા વડે ઇંટ ઘડાય છે. ભઠ્ઠીમાં તપાવતા પહેલા તેને સૂર્યના તાપમાં સૂકવાય છે. ઇંટો બનાવવાની આ પ્રથા ૬૦૦૦ વર્ષ  અગાઉ હતી. આજે પણ આ જ પદ્ધતિથી ઇંટ બને છે.દીવાલ ચણવા માટે ઇંટોની આડી લાઇન ગોઠવાય છે. લાઇનમાં રહેલી બે ઇંટોનો સાંધો ઉપરની ઇંટની મધ્યમાં આવે તે રીતે ઉપરની ઇંટ ગોઠવાય છે. પરિણામે દીવાલનું વજન દરેક ઇંટ ઉપર સરખાભાગે વહેંચાય છે. બધી ઇંટો એક સાથે ચોંટી રહે તે માટે તેની વચ્ચે સિમેન્ટ વગેરે મેળવીને મોર્ટાર પાથરવામાં આવે છે.


·                     ર્નિચરને આકર્ષક બનાવવામાં સનમાઇકા ઘણું ઉપયોગી છે. રંગબેરંગીસુંવાળા, વોટરપ્રુફ અને ઇધઇ ન લાગે તેવા આ પાટિયા રાસાયણિક પદાર્થોમાંથી બને છે તે કોઈ વૃક્ષના લાકડાના પાટિયા નથી. 
·                     સનમાઇકા ફીર્મેલ્ડીહાઇડ અને મેલામાઇન નામના રસાયણને ગરમ કરી ઘટ્ટ બનાવી ઢાળીને સુંવાળી સપાટીવાળા પાટિયા બનાવાય છે. આ પદાર્થ બનાવતી કંપનીઓએ તેને સનમાઇકા અને ફોરમાઇકાજેવા નામ આપ્યા છે.
·                     માઇકા એટલે અબરખ. તમે અબરખ જોયું હશે. ચમકતી સપાટી અને અર્ધપારદર્શક અબરખની પાતળી પતરી ઘણી ઉપયોગી છે. તે ખૂબ જ ગરમી સહન કરી શકે છે અને વિદ્યુતની અવાહક છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, વોટર હિટર વગેરેમાં ઇન્સ્યુલેટર તરીકે તેનો ઉપયોગ થાય છે.
·                     લેટિન ભાષામાં કીડી, ઉધઈ જેવા કિટકોને ફોરમાઇકા કહે છે. ફાર્મેલ્ડીહાઇલ્ડ કીડી અન ઉધઈનાશક છે એટલે સનમાઇકામાં ઉધઈ લાગતી નથી.

 પેટ્રોલ જમીનના પેટાળમાંથી મળતા ક્રૂડમાંથી મેળવાય છે. જમીનમાં સંગ્રહાયેલું ક્રુડ હજારો વર્ષ પહેલાના વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષોમાંથી બનેલુ હોય છે. તેમાં અનેક પ્રકારના હાઇડ્રોકાર્બન દ્રવ્યો હોય છે. ક્રૂડનું શુદ્ધિકરણ કરીને તેમાંથી પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ, મીણ વગેરે હજારો જાતના દ્રવ્યો મેળવવામાં આવે છે. આ બધા દ્રવ્યોને પેટ્રોલિયમ પેદાશ કહે છે. ગ્રીક ભાષામાં પેટ્રો એટલે ખડક અને ઇલિયમ એટલે તેલ એ બંને શબ્દો ભેગા મળીને પેટ્રોલિયમ શબ્દ બન્યો છે.

             
પેટ્રોલમાં બૂટેન દ્રવ્ય હોય છે જેને કારણે તે ઉડ્ડયનશીલ છે. બૂટેન માઇનસ પાંચ ડિગ્રી સુધીના નીચા તાપમાને પણ વરાળ બનીને હવામાં ભળે છે. એટલે જ પેટ્રોલ પણ ખુલ્લી હવામાં રાખવાથી વરાળ બની ઉડી જાય છે. આ ગુણને કારણે તે જ્વલનશીલ બન્યું છે. એટલે વાહનો માટેનું ઉત્તમ ઇંધણ બન્યું છે.

પેટ્રોલિયમનો ઉપયોગ પ્રાચીન કાળથી થાય છે. પ્રાચીન બેબિલોનમાં ઓઇલના કૂવા પણ હતા. ચોથી સદીમાં ટીનમાં વાંચ વડે કૂવામાંથી ક્રુડ મેળવાતું જેનો દવા તરીકે ઉપયોગ થતો
.

         મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રોનિકરમકડાં, ઘડિયાળો જેવા અનેક નાનાં સાધનો અને વાહનોમાં વીજળી પુરી પાડવા બેટરીનો ઉપયોગ થાય છે. બેટરી સાધનના પ્રમાણમાં નાની મોટી હોય છે. મોબાઈલમાં નાનકડી લંબચોરસ ડબી જેવી બેટરી હોય છે તેમાં રાસાયણિક પ્રક્રિયા વડે વીજળી પેદા થાય છે. બેટરી રિચાર્જ પણ થઈ શકે છે. વીજળી માટે સેલ પણ ઉપયોગી થાય છે. સેલમાં પણ રાસાયણિક પ્રક્રિયાથી વીજળી મળે છે. સેલ રિચાર્જ થઈ શકતા નથી. તે ઉતરી જાય ત્યારે નકામા થઈ જાય છે.
તમને નવાઈ લાગશે પણ બેટરીનો ઉપયોગ બે હજાર વર્ષ પહેલા પણ થતો હતો. ઈરાકમાં ખોદકામ દરમિયાન ઈ.સ. પૂર્વે ૨૫૦ના સમયગાળાની  બેટરી મળી આવી હતી. આ બેટરી માટીના ઘડાના આકારની છે. આજે પણ  બગદાદના મ્યુઝિયમમાં જોવા મળે છે. તેને બગદાદ  બેટરી કહે છે. પાંચ ઇંચ ઊંચી આ બેટરીમાં ખાટી દ્રાક્ષનો રસ ભરીને તેમાં તાંબાના બે સળિયા બોળી રાખીને વીજપ્રવાહ મેળવાતો.  આજે ઉપયોગમાં આવે છે તેવી બેટરીની શોધ ઈ.સ. ૧૮૦૦માં એલેસાન્ડ્રો વોલ્ટા નામના વિજ્ઞાાનીએ કરેલી.

વીજપ્રવાહ આપતી આધુનિક બેટરીમાં વિવિધ રસાયણોનો ઉપયોગ થાય છે. ઝીંક-મેંગેનિઝ બેટરી સૌથી વધુ કાર્યક્ષમ છે તે રેડિયો, કેમેરા, ટીવી જેવા સાધનોમાં ઉપયોગી થાય છે. ઝીંક અને મરક્યુરી ઓક્સાઈડવાળી બેટરી વોકીટોકી, કેલ્ક્યૂલેટર જેવા સાધનોમાં ઉપયોગી થાય છે. ઘડિયાળને સતત વીજપ્રવાહ જોઈએ તેમાં સિલ્વર ઓક્સાઈડની બેટરી વપરાય છે. લિથિયમ સલ્ફરની બેટરી બહુ ગરમ થતી નથી. સિલ્વર ઝિંકવાળી બેટરી વજનમાં હળવી અને વધુ વીજપ્રવાહ આપે છે. અવકાશના સંશોધનોમાં આ બેટરી વપરાય છે.

           
 સામાન્ય રીતે આપણે ઇન્ટરનેટ, તસવીરો, દસ્તાવેજો માટે ઉપયોગમાં લેવાય તેને જ કમ્પ્યુટર કહીએ છીએ પરંતુ મોબાઇલ ફોન, માઇક્રોવેવ, કેટલાંક રમકડાં, ઘડિયાળો વગેરેમાં પણ કમ્પ્યુટર એક હિસ્સા તરીકે હોય છે.

*
ઇન્ટરનેટ વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિસ્તાર પામ્યું છે. ઇન્ટનેટ ૪ વર્ષમાં જ ૫ કરોડ લોકો સુધી પહોંચ્યું હતું. ટેલિવિઝનને પાંચ કરોડ લોકો સુધી પહોંચતા ૧૩ વર્ષ લાગેલા.
* સામાન્ય રીતે આપણે ઇન્ટરનેટ, તસવીરો, દસ્તાવેજો માટે ઉપયોગમાં લેવાય તેને જ કમ્પ્યુટર કહીએ છીએ પરંતુ મોબાઇલ ફોન, માઇક્રોવેવ, કેટલાંક રમકડાં, ઘડિયાળો વગેરેમાં પણ કમ્પ્યુટર એક હિસ્સા તરીકે હોય છે.
* ઇન્ટરનેટ પર દર મહિને લગભગ ૧૦ લાખ નવા ડોમેન રજીસ્ટર થાય છે. વિશ્વનું પ્રથમ ડોમેન સિમ્બોલિક્સ ડોટકોમ હતું.
* ઇ.સ. ૧૯૬૪માં એન્જલબર્ટે માઉસની શોધ કરી. તે લાકડાનું બનેલું હતું.
સામાન્ય રીતે માણસ મિનિટમાં ૨૦ વખત આંખ પટપટાવે છે. કમ્પ્યુટર પર બેસનારા લોકો મિનિટમાં માત્ર ૭ વખત જ આંખ પટપટાવે છે.

*
સામાન્ય રીતે માણસ મિનિટમાં ૨૦ વખત આંખ પટપટાવે છે. કમ્પ્યુટર પર બેસનારા લોકો મિનિટમાં માત્ર ૭ વખત જ આંખ પટપટાવે છે.

* કોઈ પણ કમ્પ્યુટરમાં *ર્ઝ્રંગ્દ* નામનું ફોલ્ડર બનાવી શકાતું નથી તેનું રહસ્ય હજી કોઈ જાણતું નથી.


સૂર્યપ્રકાશમાંથી વિટામિન 'ડી' કેવી રીતે બને ?

     

શાકભાજી અને ફળો ખાવાથી વિટામિન એ, બી, સી, ડી વગેરે મળે. આ ખાદ્ય પદાર્થો છે અને તે ખાવાથી વિટામિન મળે તે સમજાય પરંતુ શરીરની ચામડી પર સૂર્યપ્રકાશ પડે તો તેમાંથી પણ વિટામિન ડી મળે તે નવાઈની વાત કહેવાય. આ બાબતનું કારણ જાણવા જેવું છે.સૂર્યપ્રકાશમાં સાત રંગ ઉપરાંત અલ્ટ્રા વાયોલેટ કિરણો પણ હોય છે.

 

આ અદૃશ્ય કિરણો આપણી ચામડી પર ઘણી અસર કરે છે. સૂર્યપ્રકાશમાં કોઈ વિટામિન હોતાં નથી. પરંતુ આપણી ચામડીના કોષોમાં હાઈડ્રોકોલોસ્ટીરોલ નામનું દ્રવ્ય હોય છે. તેના પર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે એટલે તે વિટામીન 'ડી' બનીને લોહીમાં ભળે છે. આ પ્રક્રિયા જટિલ છે. વિટામીન 'ડી' મેળવવા માટે સવારના કૂમળા તડકામાં ફરવાની સલાહ આપવામાં આવે છે.

 

જીન્સ

જેને વણેલું સાવ સુતરાઉ જેવું કાપડ કે એવી ચીજને ‘Jeans’ જીન્સ કહેવામાં આવે છે. લેવી સ્ટ્રાઉસમૂળ તો બવેરિયાનો પણ એ અમેરિકન વીઝા અને પાસપોર્ટ મેળવી અમેરિકામાં જઈ વસ્યો, પણ એ પોતાની સાથે આવા કપડાંની કેટલીક ગાંસડીઓ લઈ ગયેલો. આ ભાઈશ્રી લેવીનો એવો વિચાર હતો કે પોતે આ કાપડમાંથી તંબૂઓ કે રેલવેના વેગન્સને ઢાંકવા માટે શીટ્સ બનાવી કંઈક કમાણી કરશે, પરંતુ અમેરિકામાં દાખલ થયા પછી એને ખબર પડી કે, પોતાની અગાઉ જે લોકો આવી વસ્યા હતા તેઓ પણ આવો જ વિચાર લઈને આવ્યા હતા. ઈ.સ. 1850માં અમેરિકામાં આવેલા તમામ બેવેરિયન્સ આવા જ વિચારથી આવ્યા હતા.
પણ જેનું નસીબ કે કિસ્મત ખૂલી જવાનું હોય એના ભાગ્યની આડે હિમાલય હોય તો ય ખસી જાય છે ! ને ભાઈ, અલ્લામીયાં, જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ ! અમેરિકાની સોનાની ખાણોમાં કામ કરનારા કામદારોએ આ લેવીભાઈને ફરિયાદ કરી કે, તેઓ જ્યારે ખાણમાં કામ કરે છે ત્યારે એમના સામાન્ય ટ્રાઉઝર્સ-પાટલૂનો ઝડપથી ફાટી જાય છે. આથી લેવીભાઈએ મૂક તંબૂને ઉપાડ પાટલૂનજેવો ન્યાય અપનાવ્યો. એણે પોતાની ગાંસડીઓ સાથે લાવેલ કાપડમાંથી ટ્રાઉઝર્સ બનાવ્યા અને જોયું કે, આવા પાટલૂનો ઘસાઈ જતા નથી. ચમત્કાર થયો ! લેવી-ભાઈના ટ્રાઉઝર્સ લોકપ્રિય બની ગયા. ત્યાર પછી સોનાની ખાણોના માલિકો લેવીભાઈના આ ‘Jeans’ને લુહાર પાસે લઈ ગયા અને લુહારોને આવા Jeans પર ધાતુકીય કીલકો જડી આપવાનું કહ્યું, કારણ કે, આવા ધાતુકીય બકલ્સ વગર ટ્રાઉઝર્સના ખીસ્સાઓ પૂરતા મજબૂત લાગતા ન હતા. લુહારોએ નમૂનાના બકલ્સ તૈયાર કરી આપ્યા. એ પછી આ પ્રેરણા, આ વિચારને મેના 1873માં રજિસ્ટર કરાવી એની પેટન્ટ મેળવાઈ જે આજે પણ ચાલુ જ છે.

એસકૅલૅટર

Escalator – એસકૅલૅટર ચાલતી સીડી. ચાલતી સોપાન સીડીનો આવિષ્કાર, 1892માં ન્યૂયૉર્કના જેસે રેનોએ મેળવ્યો હતો અને એનો પ્રથમ ઉપયોગ કોની આઈલૅન્ડ’ – કોની ટાપુ પર, એક પોતઘાટ પર કરવામાં આવ્યો હતો. અમેરિકન નાગરિકોના મનોરંજન માટે 1896માં આ ચાલતી સીડી મૂકવામાં આવી હતી. એ એક વાહક પટ્ટો હતો, જે લાકડાની પટ્ટીઓનો બનેલો હતો. એને ‘Rano Inclind Elevator’ નામ આપવામાં આવ્યું હતું. એ પછી એક અન્ય અમેરિકન ચાર્લ્સ વ્હીલરઆ જ વરસે એસકૅલૅટરનો આવિષ્કાર મેળવ્યો, જેને સપાટ સોપાનો હતાં, આધુનિક છે બસ, એમ જ. ઈ.સ. 1898માં ચાર્લ્સ સીલર્ઝર દ્વારા એમાં સુધારાઓ કરવામાં આવ્યા કારણ કે વ્હીલરના મૂળભૂત એસકૅલૅટર કદાપી બંધાયા ન હતા અને પછી ઑટીસ ઈલીવેટર કંપનીની નજરે અચાનક આ એસકૅલૅટર પડ્યું અને એનો શક્ય તેટલો લાભ ઉઠાવવા 1899માં એનું ઉત્પાદન શરૂ કર્યું.

ઈન્સ્ટન્ટ કૉફી

ઈન્સ્ટન્ટ કૉફી અર્થાત તત્કાળ તૈયાર થતી કૉફી. કોઈ જાણતું નથી કે કૉફીની શોધ કોણે કરી. કહેવાય છે કે એક ઈથોપિયન ભરવાડ એટલે કે બકરા-બકરી ચારનાર, જેનું નામ કાલ્ડી હતું; એણે આશરે ઈ.સ. 850માં કૉફી શોધી કાઢી હતી. આ ભરવાડે જોયું કે પોતાના બકરા-બકરી એક ચોક્કસ ઝાડીમાંથી જ્યારે અમુક સરસ ફળો-દાણાંઓ ખાય છે ત્યારે તાજા-માજા રહે છે. પછી 1840માં, કૉફીના સત્વમાંથી એનું પ્રવાહી સ્વરૂપ રજૂ થયું, પરંતુ પાવડરના રૂપમાં સર્વપ્રથમ કૉફી રજૂ કરી સટોરી કાટો, જે એક જાપાનીઝ રસાયણવિદ હતો. એણે 1901માં, અમેરિકામાં રહી કૉફીનો પાવડર બનાવી જનતાને ચરણે ધર્યો. એ પછીના પાંચ વરસે, વૉશિંગ્ટન નામના એક અમેરિકન રસાયણવિદે ‘Refined Soluble Coffee’ વિશુદ્ધ થયેલી, ઓગળી જતી કૉફી રજૂ કરી અને પ્રથમ વિશ્વ યુદ્ધમાં અમેરિકન લશ્કરી દળોએ આ કૉફીનો ઉપયોગ ખૂબ કર્યો.
આધુનિક, એક ક્ષણમાં જ તૈયાર થઈ જતી કૉફી, જો કે સ્વિટ્ઝરલૅન્ડની નેસલે (Nestle) કંપનીએ 1933માં રજૂ કરી અને એને ‘nescafe’ (નેસકૉફે) નામ આપ્યું, પરંતુ નેસલે કંપનીને આ વિચાર, આ યુક્તિ બતાવી હતી બ્રાઝીલિયન ઈન્સ્ટિટૂટ ઑફ કૉફીએ. આ ઈન્સ્ટીટ્યૂટે 1930માં કૉફીના બિયાંને ઓગળી જતા પાવડરના રૂપમાં ફેરવી નાખવાનું સૂચન નેસલેને કર્યું હતું. એને નેસલે કંપનીએ આ પ્રક્રિયાને પાર પાડવામાં આઠ વરસનો સમય લાગ્યો હતો.

તાળું અને ચાવી

તાળું અને ચાવી – Lock and Key ! અરે ભાઈ ! માણસે ભૌતિક સંપત્તિ, જેમ કે, ઝવેરાત, સુવર્ણ, રજત જાળવવા, સાચવવા કંઈક તો ઉપાય શોધવો પડે ને ! અન્યથા ચોર લોકો પોતાની કલા બતાવી જાય ! તાળું અને ચાવી, આની શોધ હજારો વરસો પહેલાં ચીનમાં થઈ હતી અને ત્યાર પછી શતાબ્દી-શતાબ્દીએ એમાં ફેરફારો, સુધારા-વધારા થતા રહ્યા, પરંતુ જેને આધુનિક આવિષ્કૃત ચાવી અને તાળું કહીએ છીએ એનો આવિષ્કાર 1778માં જોસેફ બ્રાહ્મ નામના માણસે મેળવ્યો હતો. આ ભાઈએ છ સરકતી ધાતુકીય પ્લેટસ અને એમાં ખાંચાઓ સાથે તૈયાર કરી હતી કે જે એક ચોક્કસ સ્થિતિમાં ચાવી અંદર નાખ્યા પહેલાં તાળું કદાપી ખૂલી શકે નહીં. એ પછી 1818માં કબ્લ તાળું (Chubb lock) આવ્યું, જેનો આવિષ્કાર ચાર્લ્સ કબ્લ દ્વારા થયો હતો. આ ચાર્લ્સભાઈ એક લુહાર જેવો જ ધંધો કરતા હતા અને આ ચાર્લ્સભાઈએ જ પાછળથી fireproof તિજોરીઓ બનાવી હતી. આમાં એક વધારાનું લીવર અંદરની બાજુએ હતું. જો કોઈ તાળાં સાથે અટકચાળું કરવાનો પ્રયાસ કરે તો એક બોલ્ટ ચોંટી જતો હતો. સાચી ચાવી વગર આવું તાળું ખૂલી જ ન શકે.
મોટે ભાગે લોકો પોતાના આગળના દરવાજા પર રાખે છે એવા તાળાંઓ યાલે તાળાંઓ (Yale locks) તરીકે જાણીતા છે. આ આવિષ્કાર એક અમેરિકનનો હતો, નામ લીનસ યેલે. 1851માં એણે એક સપાટ ચાવીનો ઉપયોગ કર્યો કે જે બરાબર, યોગ્ય ચોકસાઈથી ખાંચાઓમાં, વિભિન્ન ખટકાઓ અંદરની બાજુએ ઉત્પન્ન કરી તાળાંને ખોલતી હતી. એ પછી બે તેજસ્વી વિચારધારાઓ આવી, જેમાં લાકડાંના દરવાજાની એક બાજુએ તાળું ફીટ કરવાને બદલે તાળું સીધું દરવાજામાંથી જ ફીટ થતું. આ વધુ અગત્યનું હતું જેમાં ખટકાઓમાં ખાંચાઓ વિભિન્ન આકારોમાં કપાયેલા રહેતા હતા. આથી એ શોધી કાઢવું જ અસંભવ હતું કે, બે યેલે તાળાઓ બરાબર એકબીજાને મળતા છે કે નહીં ? આમ થવાથી તમે સાચી ચાવી તમારા કબજામાં રાખી શકો કે જે દ્વારા જ ચોક્કસ તાળું ખૂલે, અન્યથા એ કદાપી ન ખૂલે.

પેટ્રોલ પમ્પ

મોટરની સાથે પેટ્રોલ પમ્પને કોઈ નાત-જાતનો વહેવાર નથી હોં ભાઈ ! યુ.એસ.એના ઈન્ડિયાનાના એક ભાઈ સલ્યાનસ બોઉસેરે શોધી કાઢ્યું કે, કેરોસીનના બેરલ્સ કે જે જેક ગમ્ફરની દુકાનની નજીક ઊભા કરાયા છે એ પીપડાં લીક થવાથી જેકની દુકાનમાં રહેલ બટનમાં વાસ-સુવાસ કે દુર્ગંધ ઉત્પન્ન કરે છે. આમ થવાથી બોઉસેરે એક પમ્પનો આવિષ્કાર મેળવ્યો અને કેરોસીનનું લીકેજ ટાળ્યું. આ કેરોસીન ત્યારે દીપક બાળવાના-સળગાવવાના કામમાં આવતું હતું. ભારતમાં જેમ ગામડાંઓમાં આજે પણ કેરોસીનના દીવાઓ અને ફાનસો જોવા મળે છે એમ જ. એ પછી આ ભાઈ 1885માં લીક પ્રૂફ ટાંકી લઈને આગળ આવ્યા. એક outlet pipe સાથે એક પીસ્ટન. આ પીસ્ટન જ્યારે પમ્પીંગ કરે ત્યારે ચોક્કસ રીતે એક જ ગેલન પ્રવાહી આપી શકે. બાઉસેરનો સર્વપ્રથમ પમ્પ ખાસ કરીને પેટ્રોલની સાથે તો 1905 પછી જ જોડાયો. બાઉસેરનો સર્વપ્રથમ પમ્પ પેટ્રોલ સાથે જોડાયો ત્યારે આ પમ્પ દ્વારા કેટલું પેટ્રોલ ચોક્કસ માપ પ્રમાણે જ બહાર કાઢવું એ કામની શરૂઆત 1925થી શરૂ થઈ. અને 1932માં, ચોક્કસ પેટ્રોલના આંકડાઓ અને પેટ્રોલનું ચોક્કસ મૂલ્ય બતાવવાની પદ્ધતિ દાખલ થઈ.

ક્રોસવર્ડ-પઝલ

ક્રોસવર્ડ-પઝલ-Crossword Puzzle એટલે ઉલઝન-સમસ્યા.
આર્થર વાયને નામના એક ભાઈ ઈંગ્લૅન્ડના નગર લીવરપૂલમાં એક સન્નારીની કૂખેથી જન્મ પામ્યા હતા અને ન્યૂયોર્ક વર્લ્ડ ન્યૂઝપેપરના ‘Tricks and Jokes’ વિભાગમાં ઈ.સ. 1913માં કામ કરી પેટીયું રળતા હતા. પરંતુ આર્થરભાઈની સ્મરણશક્તિ અસ્ત્રાની ધાર જેવી હતી. પોતે નાનો હતો ત્યારે પોતાના દાદા સાથે એ એક વિકટોરિયન જમાનાની રમત રમતો, આ રમતનું નામ ‘Magic Square’ અર્થાત જાદુઈ ચોરસહતું. આ રમતમાં ખાલી જગ્યામાં શબ્દો અને અક્ષરોનું ઉમેરણ કરવાની રમત બનતી હતી. એક દિવસ, એટલે કે 21મી ડિસેમ્બર, 1913 અને રવિવારના દિવસની ઉપર્યુક્ત અખબારની રવિવારની પૂર્તિમાં જગા વધી પડતી હતી અને આમેય આ છાપાંની રવિવારની પૂર્તિ નબળી ગણાતી હતી. અલબત્ત, અત્યારે પણ પ્રત્યેક છાપાંની રવિવારની પૂર્તિઓના આવા જ હાલહવાલ છે ! આ ખાલી જગ્યાનો ઉપયોગ કરવાનું આર્થરે વિચાર્યું. એણે પેલી magic square ના જેવી જ પ્રયુક્તિ લડાવવાનો વિચાર કર્યો, પરંતુ આર્થરભાઈ કરવા ગયા થૂલી અને થઈ ગયો કંસાર ! આર્થરે અખબારમાં જે આપ્યું એ કંઈક અવનવું જ, ઈદમ તૃતિયમ બની ગયું. એણે શબ્દોને શ્યામ જગાઓ વાપરી અલગ અલગ પાડ્યા અને પછી ઉકેલ માટેની એક યાદી મૂકી અને વિશ્વમાં સર્વપ્રથમ ક્રોસવર્ડ-પઝલનો આવિષ્કાર થયો. નવરા નખ્ખોદ કાઢે નહીં એટલે આર્થરભાઈના આ આવિષ્કારનો ઉપયોગ હવે વિશ્વના તમામ છાપાંઓ કરે છે !


બેટરી

બેટરી ન જોઈ હોય એવો એક પણ માણસ ગોતવો મુશ્કેલ છે. બાળક પણ બેટરી વિશે જાણે છે. ઈ.સ. 1780નું ઈસુનું વરસ અને રાષ્ટ્રનું નામ ઈટાલી. પ્રોફેસરનું નામ લુઈગી ગાલ્વાની. એમનો વ્યવસાય અને રસનો વિષય ઔષધશાસ્ત્ર. સ્થળ એમનું ઘર અને સાથીદાર હતી એમની પત્ની. પ્રોફેસર લુઈગીની પત્ની ડૉક્ટરો સર્જરી કરતી વખતે જે છૂરી વાપરે છે તેનાથી દેડકાંઓની ચામડી ઉતારી રહી હતી. ઘણાં બધાં દેડકાંઓ ડ્રાંઉ-ડ્રાંઉં કરતા હતા, પણ એ બધા દેડકાંઓ એક ઝીન્ક ધાતુની પ્લેટ પર હતાં. એમની પત્નીએ જ્યારે છૂરી હાથમાંથી મૂકી દીધી ત્યારે એ છૂરી દેડકાંના પગ પર પડી; એ જ સમયે દેડકાંએ બળપૂર્વક ઝાટકો ખાધો. એ પછી ઘણાં પ્રયોગોને અંતે ગાલ્વાનીએ નક્કી કર્યું કે પોતે દેડકાંના પગના સ્નાયુઓમાં રહેલી વિદ્યુતને શોધી કાઢી છે કારણ કે દેડકાંઓ જ્યારે કોઈ બે વિભિન્ન ધાતુઓને અડકે છે, એક જ સાથે બે વિભિન્ન ધાતુઓને અડે છે ત્યારે તેઓ હંમેશાં ઝાટકાઓ ખાય છે.
પરંતુ ઈ.સ. 1800માં એક અન્ય ઈટાલીયન નામે એલેસાન્ડ્રો વૉલ્ટાએ નક્કી કર્યું કે ગાલ્વાની ખોટો છે. એણે વિચાર્યું કે વિદ્યુત ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે ધાતુઓ પરસ્પરને સ્પર્શે છે. વિદ્યુત તો ધાતુઓમાં પોતાનામાં જ હતી, નહીં કે દેડકાંના પગમાં. વૉલ્ટાએ ત્યાર પછી વિભિન્ન ધાતુઓનો ઉપયોગ કરી ઘણાં પ્રયોગો કર્યા અને અન્તતઃ આવિષ્કાર મેળવ્યો. કોપર (તાંબુ) અને ઝીંક (જસત)ના અંબારોની થાળીઓ (discs) સાથે કાર્ડબૉર્ડ (પૂંઠા)ની ગર્તિકાઓ આ બધાંને નમકના પાણીમાં ભીંજવી તેમને અલગ અલગ રાખી, એમની આર્દ્રતા-ભીનાશને જાળવી, એમની વચ્ચે સુયોગ્ય સંબંધ સ્થાપ્યો. કામ બની ગયું. વિશ્વની સૌથી પ્રથમ વિદ્યુત બેટરીનો આવિષ્કાર થયો. ઈ.સ. 1801માં ફ્રાન્સના મહાન નેપોલિયને વૉલ્ટાને આદર સાથે તેડાવ્યો કે જેથી વૉલ્ટા એની અનન્ય, સિમાચિહ્ન સમાન વિદ્યુત ઉત્પન્ન કરનારી પદ્ધતિનું પ્રદર્શન કરી શકે. કારણ કે એ દ્વારા બધાં સારી રીતે જાણી શકે કે ‘Voltaic Pile’ કોઈ પણ સ્થળે, કોઈ પણ માણસ ઉત્પન્ન કરી શકે અને જેથી વિશ્વમાં પ્રથમ વખત જ વિદ્યુતને કોઈ પણ માણસ ઊંચકીને લઈ જઈ શકે.







Science Facts


* મંગળ ગ્રહને સૂર્યનું એક ચક્કર કાપતાં પૃથ્વીના ૬૮૭ દિવસ જેટલો સમય લાગે છે.


* દિવાસળીની શોધ થઈ તે પહેલાં સિગારેટ લાઈટરની શોધ થઈ હતી.


* ચંદ્રનું કદ અને પેસિફિક મહાસાગરનું કદ એક સમાન છે.


* બટાકાની ચિપ્સની શોધ ક્રમ નામની વ્યક્તિએ કરી હતી.


* ધૂમકેતૂ જ્યારે ગતિ કરે છે ત્યારે તેની પૂંછડી હંમેશાં સૂર્ય તરફ હોય છે.


* વિશ્વની સૌથી સ્વચ્છ હવા ધરાવતું સ્થળ ટાસ્માનિયા છે.


* શનિના સૌથી મોટા ઉપગ્રહને ટાઈટન તરીકે ઓળખવામાં આવે છે.


* ચાની શોધ ઈ.સ. પૂર્વે ૨૭૩૭માં ચીનમાં થઈ હોવાનું માનવામાં આવે છે.


* એક કિગ્રા ચોખા પકવવા માટે આશરે ,૦૦૦ લિટર પાણીનો વપરાશ થાય છે.


* પૃથ્વીની સરખાણીમાં ચંદ્ર પર મનુષ્યનું વજન છઠ્ઠા ભાગનું થઈ જાય છે.


* ગેલેક્સીમાં ૧૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ તારાઓ આવેલા છે.


* હેલીનો ધૂમકેતુ ૭૬ વર્ષે જોવા મળે છે.


* મનુષ્યના શરીરમાં સૌથી ઝડપથી વધતું કોઈ અંગ હોય તો તે વચ્ચેની આંગળીનો નખ છે. સૌથી મોટી અને લાંબી આંગળીનો નખ સૌથી ઝડપથી વધે છે.


* વ્યક્તિની ભ્રમરોમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા ૫૫૦ વાળ હોય છે.


* સજીવોના શરીરમાં જીભ સૌથી મજબૂત સ્નાયુ છે.


* એવોકાડો(જમરૃખના પ્રકારનું ફળ)માં સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે.


* એક ઔંસ મિલ્ક ચોક્લેટમાં ૬ મિલિગ્રામ કેફિન હોય છે.


* વ્યક્તિ વિચારો કરવાની પ્રક્રિયા માટે માત્ર ૩૫ ટકા મગજનો ઉપયોગ કરે છે.


* પ્યુમિસ નામનો પથ્થર પાણીમાં તરી શકે છે.


* ૨૦ ટકા જેટલો ઓક્સિજન એમેઝોનનાં વરસાદી જંગલો દ્વારા પેદા થાય છે.


* ઉત્તર ધ્રુવ પર એક વર્ષમાં ૧૮૬ દિવસ સૂર્યને નથી જોઈ શકાતો.


* સૂર્યમંડળમાં ગ્રહો ઘડિયાળ કાંટાની દિશાની વિરુદ્ધમાં ફરતા હોય છે. માત્ર ગુરુ ગ્રહ ઘડિયાળના કાંટાની જેમ ફરતો હોય છે.


* ગુરુત્વાકર્ષણબળના કારણે ચંદ્ર જ્યારે સીધો માથા પર હોય ત્યારે તમારું વજન સહેજ ઓછું થાય છે.


* જ્યારે કાચ તૂટે છે, ત્યારે તેની તિરાડો પ્રતિ કલાક 3000 માઈલની ઝડપે પડે છે.


* કૃત્રિમ રેસાની શોધ ૧૮૯૨માં થઈ હતી.


* એક વૃક્ષમાંથી આશરે ૪૦૦ જેટલાં સમાચારપત્રો બની શકે તેટલો કાગળ મળતો હોય છે.


* લજામણીના છોડને સ્પર્શ કરવામાં આવે તો તેનાં પાંદડાં સમેટાઈ જાય છે અને હાથ દૂર કરવામાં આવે તો તે ફરીથી ખીલી ઊઠે છે.


* એમ્બ્યુલન્સની પહેલવહેલી ડિઝાઈન બેરોન ડોમિનિક જીન લેરી દ્વારા કરવામાં આવી હતી.


* એક વૃક્ષમાંથી આશરે ૪૦૦ જેટલાં સમાચારપત્રો બની શકે તેટલો કાગળ મળતો હોય છે.


* દાંત પરનું સ્તર એ શરીરનું સૌથી મજબૂત પડ છે.


* સોલિડ કાર્બન ડાયોક્સાઈડ ડ્રાય આઈસ કહેવાય છે. વાતાવરણમાં આવતાં તે પીગળતો નથી પણ હવામાં ઊડી જાય છે.


* ટેલ્કમ પાવડર ટેલ્ક નામના રાસાયણિક ઘટકમાંથી બનાવવામાં આવે છે.


* સેકરીન એ સુગરની સરખામણીમાં ૫૦૦ થી ૭૦૦ ગણી વધારે મીઠાશ ધરાવે છે.


* વીજપ્રવાહ ૫૦ વોલ્ટ હોય અને બિલાડીને આસપાસ રાખવામાં આવે તો તેની પૂંછડી ઉત્તર ધ્રુવ તરફ જ રહે છે.


* ડુંગળી સમારતી વેળા ચ્યુઈંગ-ગમ ચાવવામાં આવે તો આંખમાંથી પાણી નથી નીકળતું.


* ચંદ્ર જ્યારે પૂર્ણ કળાએ ખીલે છે ત્યારે તે સામાન્ય દિવસો કરતાં નવ ગણો વધુ પ્રકાશમય હોય છે.


* અંજીરનું ઝાડ પાંદડાં નીકળે એ પહેલાં ફળ આપે છે.


* વિજ્ઞાનીઓના મતે મંગળ, બુધ અને શુક્ર ગ્રહ પર સોનું અસ્તિત્વ ધરાવે છે.


* ઉત્તર ધ્રુવ પર ૧૮૬ દિવસ સૂર્યને નથી જોઈ શકાતો.


* શુક્ર એ એકમાત્ર ગ્રહ છે જે ઘડિયાળની કાંટાની જેમ ફરે છે.


* યુવાન સ્ત્રી કે પુરુષનો વાળ તેની લંબાઈ કરતાં ખેંચીને 25 ટકા જેટલો લાંબો થઈ શકે છે.


* ફક્ત મનુષ્યના મોં માં દુનિયાની વસ્તી કરતાં વધુ બેક્ટેરિયા હોય છે.


* યુવાન વ્યક્તિના શરીરમાં 206 હાડકાં હોય છે જ્યારે બાળકમાં 300, વૃદ્ધિ પામતા અમુક હાડકા પીગળી જાય છે.


* 100 વર્ષ અગાઉ છોડ અને પ્રાણીઓમાં સૌ પ્રથમ વાયરસ જોવા મળ્યા હતાં.


* મંગળ પરથી ઓછામાં ઓછા 12 ખડકના ટુકડા પૃથ્વી પર ઊતર્યાનું મનાય છે.


* પૃથ્વી પર દર મિનિટે 6000 વખત વીજળી ચમકે છે.


* દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટની જેમ જીભની પ્રિન્ટ પણ અલગ હોય છે


* સ્પેસમાં એસ્ટ્રોનટ્સ ગુરુત્વાકર્ષણબળના અભાવે આંસુ સરી ન શકતાં યોગ્ય રીતે રડી શકતાં નથી.


* ૧૯૫૦થી ટીવી વસાવવાનો ક્રેઝ જાગ્યો હતો. એક સમયે સ્ટેટસ મનાતું ટીવી આજે જરૃરિયાત બની ગયું છ


* રિગ્લી'સ ગમ નામની પ્રોડક્ટ પર પહેલી વાર બારકોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


* ૧૯૩૭માં નાયલોનમાંથી મોજાં બનાવવાની શરૃઆત કરવામાં આવી હતી


* ૧૫૮૯માં વિલિયમ લી નામની વ્યક્તિએ મોજાં તૈયાર કરવાના મશીનની શોધ કરી હતી.


* મોજાંની શોધ નહોતી થઈ એ સમયમાં લોકો પોતાના પગ ઢાંકવા માટે પ્રાણીઓની ત્વચાનો ઉપયોગ કરતા હતા.


* સબમરીનની ડિઝાઈન પહેલી વાર ૧૫૭૮માં રજૂ કરવામાં આવી હતી.


* માઇક્રોવેવ સાધન શોધાયાના એક વર્ષ બાદ માઈક્રોવેવનો ઉપયોગ રસોઈ બનાવવા માટે પણ થઈ શકે તેવી શોધ થઈ.


* બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રડાર સિસ્ટમને મદદરૃપ થવા વિજ્ઞાનીઓએ જે યંત્ર શોધ્યું હતું તે - માઈક્રોવેવ.


* ગ્રેહામ બેલેએ ફોનની શોધ કરી હતી પરંતુ ક્યારેય માતા કે પત્નીને ફોન કર્યો ન હતો. કારણકે બંને બહેરા હતાં.


* ૧૮૬૮માં બ્રિટિશ રેલરોડ સિગ્નલ એન્જિનિયર જે.પી. નાઈટે ટ્રાફિક સિગ્નલની શોધ કરી હતી.


* સૌપ્રથમ પવનચક્કી ઈ.સ. પૂર્વે ૬૫૦માં બનાવવામાં આવી હતી.


* સૌથી વધુ વપરાશમાં લેવાતા ગૂગલ સર્ચ એન્જિન પહેલાં બેક્રબના નામે ઓળખાતું હતું.


* અમેરિકાના બોસ્ટન શહેરમાં સૌથી જૂના કમ્પ્યુટરથી લઈને વર્તમાન સમયના લેટેસ્ટ કમ્પ્યુટરનું સંગ્રહાલય આવેલું છે.


* પેપર ક્લિપની શોધ ૧૯૦૧માં જ્હોન વેલરે કરી હતી.


* લિઓનાર્ડો વિન્ચીએ ૧૫૭૮માં સબમરીનની ડિઝાઈન તૈયાર કરી હતી.


* ઈન્ટરનેટનો સૌથી વધુ વપરાશ સ્વીડનમાં થાય છે. ટકાવારીની દૃષ્ટિએ ૭૫ વપરાશકારો સાથે તે પ્રથમ નંબરે છે.


* આફ્રિકામાં ૩ ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.


* બોઈંગ ૭૪૭માં ૫૭,૨૮૫ ગેલન બળતણ વપરાય છે.


* હાલમાં ટાઈપિંગ માટે જે કી-બોર્ડ વાપરવામાં આવે છે તેની શોધ અને ડિઝાઈન ૧૮૬૮માં ક્રિસ્ટોફર શોલ્સે તૈયાર કરી હતી.


* વિશ્વની પ્રથમ વીડિયો ગેમ વિલી હિંગિંગબોથમ દ્વારા શોધવામાં આવી હતી.


* વિશ્વની પ્રથમ ફોટોગ્રાફિક ઈમેજ જોસેફ નિપ્સે ૧૮૨૭માં ડેવલોપ કરી હતી.


* સૌ પ્રથમ ઈમેલ ઈન્ટરનેટ પર વર્ષ 1972માં કરવામાં આવ્યો હતો.


* ઈલેક્ટ્રીક ચેર અલ્ફ્રેડ સાઉથવિક નામના ડેન્ટિસ્ટે શોધી હતી.


* કોમ્પેક્ટ ડિસ્ક અંદરથી બહારની બાજુ તરફ રીડ કરે છે, જે રીતે રેકોર્ડિંગ થયું હોય તેમ.


* બોઈંગનું 747s વિમાનની પાંખ રાઈટ બ્રધર્સના પહેલા વિમાન (120 ફૂટ) કરતાં લાબું છે.


* અમેરિકાનું સૌપ્રથમ વિમાન 1911માં બે દરિયાકિનારા વચ્ચેનું હતું જેને પાર કરતાં 49 દિવસ લાગ્યા હતાં


* રેડિયો તરંગ ધ્વનિ તરંગ કરતાં ઝડપી હોય છે જે અવાજને પણ બ્રોડકાસ્ટ કરી શકે છે.


* દર સેકન્ડે એક અબજ કરતાં પણ વધુ ટ્રાન્ઝીસ્ટર્સ મેન્યુફેક્ચર થાય છે.


* 1956માં સૌ પ્રથમ વીસીઆર બનાવાયું હતું જે પ્યાનો જેટલી સાઈઝનું હતું.


* પવનચક્કીની શોધ સૌપ્રથમ વર્ષ AD644માં ઈરાનમાં થઈ હતી જેનો ઉપયોગ અનાજ દળવા માટે થતો. 


* બતકના અવાજનો પડઘો નથી પડતો.


* યોગનો જન્મ ,૦૦૦ વર્ષ પૂર્વે ભારતમાં થયો હતો.


* પક્ષીજગતમાં કિવી નામના પક્ષીમાં જ ગંધ પારખવાની આવડત હોય છે.


* કાકાકૌઆ નામનું પક્ષી આરામ કરતી વખતે ચાંચને પીંછાં પર ગોઠવી દે છે.


* મનુષ્યોના દાંત ખડક જેટલી મજબૂતાઈ ધરાવતા હોય છે.


* ભારતની સૌથી ઊંચી દીવાદાંડી વિશાખાપટ્ટનમમાં આવેલી છે.


* વૈદ્ય સુશ્રુતને ચિકિત્સાપદ્ધતિના પ્રણેતા માનવામાં આવે છે.


* ૧૮૯૬ સુધી એકમાત્ર ભારતમાં જ હીરા મળી આવતા હતા.


* ચંદ્રનું કદ અને પેસિફિક મહાસાગરનું કદ એક સમાન છે.


* પહેલી વાર ક્રેડિટ કાર્ડ ૧૯૫૧માં ઈશ્યુ કરવામાં આવ્યું હતું.


* પેપર ક્લિપની પેટન્ટ જોહાનન વાલેરે સૌ પ્રથમ વાર ૧૯૦૧માં લીધી હતી.


* ઉતર ભારતમાં ૬૦ ટકા લોકો શુદ્ધ શાકાહારી છે જ્યારે આખા ભારતમાં ૩૬ ટકા લોકો શુદ્ધ શાકાહારી છે.


* માણસ ૨૪ કલાકમાં લગભગ ૪,૮૦૦ શબ્દો બોલી શકે છે.


* વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે.


* પાંપણનું મહત્તમ આયુષ્ય પાંચ મહિના હોય છે.


* વિશ્વનું સૌથી ઝડપી એલિવેટર એટલે કે લિફ્ટ બુર્જ ખલીફામાં નાખવામાં આવી છે.


* ૧૮૩૦ના સમયગાળામાં કેચઅપનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવતો હતો.


* અટાકામા નામના રણમાં ચારસો વર્ષથી વરસાદ નથી પડયો.


* સામાન્ય રીતે વ્યક્તિ એક મિનિટમાં બાર વાર પલક ઝપકાવે છે.


* રોમને સાત પહાડોના શહેર તરીકે ઓળખવામાં આવે છે.


* ભારતમાં ટપાલખાતામાં પીનકોડ પ્રથાની શરૃઆત ૧૯૭૨માં અમલમાં આવી હતી.


* નાગાલેન્ડની માતૃભાષા અંગ્રેજી છે.


* સ્વાદમાં ખાટું મધ એકમાત્ર બ્રાઝિલના જંગલોમાં જોવા મળે છે.


* વંદો પોતાના 6 પગ વડે એક સેકન્ડમાં એક મીટર કવર કરનાર સૌથી ઝડપી પ્રાણી છે.


* જાણીતા નમેલા પિસાના ટાવર પરથી અત્યાર સુધી 50 લોકો પડ્યા છે.


* ‘Bookkeeper’ એ એક એવો શબ્દ છે જેમાં ત્રણ મૂળાક્ષરો સળંગ એકસાથે બે વખત આવે છે.


* પ્રત્યેક મચ્છર એક વાર લોહી ચૂસે તો 12,00,000 મચ્છર મનુષ્યનું સંપૂર્ણ લોહી ખેંચી શકે.


* મનુષ્યની આંખોની સાઈઝ જન્મથી સરખી જ હોય છે જ્યારે નાક અને કાન વધતાં રહે છે.


* એમરિકન એરલાઈન્સે 1987માં સલાડમાં ફક્ત ઓલિવ ન પીરસતા 40000 ડોલરની બચત કરી હતી.


* વાંસનું ઝાડ દિવસમાં લગભગ ત્રણ ફુટ જેટલુ વધે છે.


* અમેરિકામાં દરરોજ લગભગ ૭૫ એક૨ પિઝા ખાવામાં આવે છે.


* હાડકા સ્ટીલ કરતા પાંચ ગણા વધારે મજબુત હોય છે.


* ઊધઈનું આયુષ્ય વીસ વર્ષ હોય છે.


* તારા માછલી (સ્ટાર ફિશ) એક મિનિટમાં ૬ ઈંચ જેટલું જ અંતર કાપી શકે છે.


* ચીનનું શાંઘાઈ શહેર એ વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.


* વિશ્વમાં જુદાં જુદાં દેશોમાં એરપોર્ટ પર બર્ડ હીટની સમસ્યા નિવારવા બાજ પક્ષીનો ઉપયોગ કરવામાં આવે છે.


* પિઆનોને ધ કિંગ ઓફ ધ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે વાદ્યોનો સરતાજ તરીકે ઓળખવામાં આવે છે.


* વિશ્વના સૌથી જૂના પર્વતો સ્કોટલેન્ડના હાઈલેન્ડ છે. આ પર્વતો ૪૦ કરોડ વર્ષ જૂના માનવામાં આવે છે.


* સાપ કરડવાને કારણે થતા મૃત્યુની વ્યક્તિઓની સરખામણીમાં મધમાખીના કારણે થતા મૃત્યુની સંખ્યા વધુ છે.


* મહિનાની પહેલી તારીખ રવિવારે આવતી હોય તે મહિનાઓમાં ૧૩મી તારીખે શુક્રવાર જ આવતો હોય છે.


* 'ટોમ સોયર' નવલકથા લખવા માટે પહેલીવાર ટાઈપ રાઈટરનો ઉપયોગ થયો હતો.


* વિશ્વનો સૌથી વિશાળ પિઆનો ચેલાન કોન્સર્ટ ગ્રાન્ડ છે. આ પિઆનો ૧૧ ફૂટ લંબાઈ ધરાવે છે.


* દિવસ દરમિયાન વ્યક્તિ સામાન્ય રીતે બે થી ત્રણ મિનિટના સપના જોતી હોય છે.


* એક સંશોધન મુજબ વિશ્વમાં રોજ ઓછામાં ઓછી વીસ બેન્કોમાં લૂંટ થાય છે.


* વાયોલિન લાકડાંના ૭૦ ટુકડાંઓને જોડીને બનાવવામાં આવે છે.


* એક ઔંસ મિલ્ક ચોક્લેટમાં ૬ મિલિગ્રામ કેફિન હોય છે.


* એક દિવસમાં ૮૬,૪૦૦ સેકન્ડ હોય છે.


* પ્રશાંત મહાસાગરમાં ૨૫,૦૦૦થી પણ વધુ દ્વીપ આવેલાં છે.


* અમેરિકામાં ઊગતા એક વૃક્ષને જો હલાવવામાં આવે તો તેમાંથી માણસના હસવાનો અવાજ આવે છે.


* વિશ્વની સૌથી લાંબી બસ અમેરિકામાં છે. લંબાઈ ૭૬ ફૂટ, ૧૧ ટન વજનની આ બસમાં ૧૨૧ મુસાફરો બેસી શકે છે.


* વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે.


* પિઝાના ટાવરનું બાંધકામ ૯૮ વર્ષ ચાલ્યું હતું.


* લિઓનાર્ડો દ વિન્ચી અક્ષરોને ઊંધા લખવાની આદત ધરાવતા હતા.


* ૧૭૯૮માં પહેલી વાર સોડા વોટર શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો.


* ઓસ્કર એવોર્ડ આપવાનું આયોજન પહેલી વાર ૧૯૨૭માં કરાયું હતું.


* પહેલું ક્રેડિટ કાર્ડ ૧૯૫૧માં અમેરિકન એક્સપ્રેસ દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યું હતું.


* વોશિંગ્ટનમાં આવેલા વ્હાઈટ હાઉસની ડિઝાઈન આયર્લેન્ડના જેમ્સ હોબને તૈયાર કરી હતી.


* વિશ્વમાં સૌથી ઊંચુ વાંસનું વૃક્ષ મલાયા અને બોર્નિયોમાં છે.


* બટાકાની કાતરીની શોધ સૌ પ્રથમ વાર ક્રુમ નામની વ્યક્તિએ શોધી હતી.


* હવાઈઅન ભાષામાં માત્ર બાર જ મૂળાક્ષરો છે.


* રાષ્ટ્રભાષા અંગ્રેજી ન હોય તેવા દેશોની યાદીમાં અંગ્રેજી ભાષાનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય છે.


* ઇતિહાસની સૌથી નાની લડાઈ ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે થઈ હતી, ઝાંઝીબારે ૩૮ મિનિટમાં હાર સ્વીકારી હતી.


* ટપાલટિકિટો બહાર પાડનારો પ્રથમ દેશ બ્રિટન હતો. પોસ્ટેજ સ્ટેમ્પ્સની શરૃઆત ૧૮૪૦માં કરાઈ હતી.


* એલિઝાબેથ પહેલાએ તેમની આખી જિંદગીમાં ૩,૦૦૦ જેટલા જુદા જુદા ગાઉન પહેર્યાં હતાં.


* દુનિયામાં અન્ય મહિના કરતાં જુલાઈ મહિનામાં સૌથી વધારે અકસ્માત થયાં છે.