"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

AYURVED


... અહીં આપવામાં આવેલી માહિતી આયુર્વેદ અનુસાર છે, તેનો પ્રાયોગિક ઉપયોગ આપની તાસીર અનુસાર હોઇ શકે છેઆથી ડૉક્ટરની સલાહ વગર ઉપયોગ કરવો યોગ્ય ગણી શકાય નહી ...
... અહીં મુકવામાં આવેલી માહિતી એક સંકલન છે, તે વ્યાવસાયિક ઉપયોગ માટે નથી, ફક્ત આરોગ્ય વિષયક જ્ઞાન પ્રાપ્તિનો હેતુ છે ...

... માસાંતે આવી જ નવી માહિતી ...

... આયુર્વેદ અનુસાર ...
દરેક સામાન્ય રોગો અને તેના આયુર્વેદિક ઉપાયો સાથે હંમેશા એક ઔષધ વિષે જાણકારી મેળવો.

મિત્રો, ગત અંકમાં તમે  આધાશીશી  વિશે વિગતવાર માહિતી મેળવી, આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. હવે અહીં એક બીજી માહિતી માટે તૈયાર રહો અને જાણકારી મેળવો.



પરસેવો


પરસેવો વધુ પડતો :

(૧) શરીરે વધુ પડતો પરસેવો થતો હોય તો નાગકેસર(નાના નાના ગોળ દાંડીવાળા દાણા)નો પાઉડર બનાવી દરરોજ એક એક ચમચી પાણી સાથે લેવાથી લાંબા ગાળે લાભ થાય છે.

(૨) બજારમાં મળતું રસોત દરરોજ સવાર-સાંજ પ-પ ગ્રામ જેટલું પાણી સાથે લેવાથી વધુ પડતો પરસેવો થતો હોય તે મટે છે

(3) બે લીટર પાણીમાં બે ચમચા મીઠું અથવા સરકો નાખી ૧૦ મિનિટ સુધી હાથ ડૂબાડી રાખવાથી હાથમાં થતા પરસેવાની ફરિયાદ મટે છે. 

 

પરસેવાનો અભાવ :

(૧) ખૂબ પરિશ્રમ કરવા છતાં પરસેવો થતો ન હોય તો આંકડાના મૂડૂળની છાલનો ૧-૧ ચમચી બારીક પાઉડર સવાર-સાંજ પાણી સાથે લેવાથી પરસેવો થવા લાગે છે.

(૨) સૂકાં કસુંબીનાં ફૂલ ગરમ કરી ગરમ ગરમ જ પાણી સાથે ખાવાથી જેમને પરસેવો બિલકુલ ન થતો હોય તેમને એ તકલીફ મટે છે.

 

પરસેવાની દુર્ગધ :

(૧) ચણાનો લોટ પાણીમાં મેળવી, શરીરે ચોળી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગધ દૂર થાય છે.

(૨) પરસેવો ઓછો આવતો હોય, વાસ મારતો આવતો હોય, પરસેવાના પીળા ડાઘા કપડાં પર રહી જતા હોય તો વડનાં પાકાં પીળાં પાંદડાંનો ઉકાળો કરી પીવો.

(૩) આમલીના કચૂકાનાં મીંજ અને આમલીનાં ફૂલ પાણીમાં વાટીને શરીરે ચોપડવાથી ખૂબ પરસેવો વળતો હોય અને શરીરમાંથી દુર્ગધ નીકળતી હોય તો તે મટે છે.

(૪) લીમડાના પાનના ઉકાળાથી દિવસના ૩-૪ વાર બગલ સાફ કરતા રહેવાથી પરસેવાની વાસ મટે છે.