"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

AYURVED


... અહીં આપવામાં આવેલી માહિતી આયુર્વેદ અનુસાર છે, તેનો પ્રાયોગિક ઉપયોગ આપની તાસીર અનુસાર હોઇ શકે છેઆથી ડૉક્ટરની સલાહ વગર ઉપયોગ કરવો યોગ્ય ગણી શકાય નહી ...
... અહીં મુકવામાં આવેલી માહિતી એક સંકલન છે, તે વ્યાવસાયિક ઉપયોગ માટે નથી, ફક્ત આરોગ્ય વિષયક જ્ઞાન પ્રાપ્તિનો હેતુ છે ...

... માસાંતે આવી જ નવી માહિતી ...

... આયુર્વેદ અનુસાર ...
દરેક સામાન્ય રોગો અને તેના આયુર્વેદિક ઉપાયો સાથે હંમેશા એક ઔષધ વિષે જાણકારી મેળવો.

મિત્રો, ગત અંકમાં તમે  આંતરડાનાં દર્દો  વિશે વિગતવાર માહિતી મેળવી, આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. હવે અહીં એક બીજી માહિતી માટે તૈયાર રહો અને જાણકારી મેળવો.



કાકડા


(૧) કેળાંની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી કાકડા ફૂલ્યા હોય તો તે મટે છે.

(૨) હળદરને મધમાં મેળવી લગાડવાથી ગમે તેવા વધેલા કાકડા બેસી જાય છે.

(3) સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળી દિવસમાં બેત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે.

(૪) પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે.

(પ) એક એક ચમચી હળદર અને ખાંડ ફાકી જઈ ઉપર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.

(૬) કાકડા-ટોન્સિલસમાં સોજો આવે, તાવ આવે અને ખોરાક-પાણી ગળવામાં મુશ્કેલી પડે તો જેઠી મધ, કાથો અને હળદર દરેકનું અડધી ચમચી ચૂર્ણ બેથી ત્રણ ચમચી મધમાં સવાર-સાંજ ચાટવાથી રાહત થાય છે. સાથે સાથે સશમની વટીની અને સુદર્શન ઘનવટીની એક એક ગોળી સવારે, બપોરે, સાંજે લેવી. માવાની મીઠાઈ, ફ્રિજનું ઠંડુ પાણી, ઠંડાં પીણાં, આઈસક્રીમ, શરબત, ટૉફી, ચૉકલેટ, દહીં, છાસ તેમ જ લીંબુ, આમલી, ટામેટાં જેવા ખાટા પદાર્થો બંધ કરવા. ખદિરાવટીની બે-બે ગોળી ચૂસવી ખૂબ જ હિતકારી છે.

(૭) કાકડા થાય તો એક દિવસ ઉપવાસ કરવો. મળશુદ્ધિ માટે રાતે નાની ચમચી હરડેનું ચૂર્ણ લેવું. દિવસમાં ત્રણ વખત એક કપ પાણીમાં એક ચમચી હળદર અને એક ચમચી ખાંડ મેળવી ધીમે ધીમે પી જવું. સવારે સુવર્ણ વસંતમાલતીની અધીં ગોળી પીસીને મધમાં ઘૂંટી ચાટી જવી. ૧૧-૧૨ દિવસ આ ઉપચાર કરવાથી કાકડા મટી જાય છે.

(૮) વડ, ઉમરી, પીપળો જેવા દૂધ ઝરતા ઝાડની છાલને ફૂટી, ઉકાળો કરીને કોગળા કરવાથી કાકડાનો સોજો મટે છે.

(૯) ટંકણખાર, ફટકડી હળદર અને ત્રિફલાના મિશ્રણને મધમાં કાલવી કાકડા પર લગાડવાથી કાકડા મટે છે.

(૧૦) કાકડા(ટોન્સીલ્સ)માં કાકડાશિંગી હળદર સાથે આપવી. કાકડાશિંગીનો ૧ ગ્રામનો ફાંટ બનાવી દિવસમાં ત્રણ વખત પાવાથી પણ સારું પરિણામ આવે છે.

(૧૧) ઠંડા, ચીકણા અને ગળ્યા પદાર્થો બંધ કરી નાગરવેલના પાનમાં તજનો એક ટૂકડો, પાંચસાત મરી અને તુલસીનાં સાત-આઠ પાન લઈ બીડું બનાવી સવાર-સાંજ ચાવી ચાવીને રસ ગળા નીચે ઉતારતા જવું.