"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

MAHITI


 

 

 

નવેમ્બર માસના વ્યક્તિ-વિશેષ

 

 

 

 


નવેમ્બર

એઝરા પાઉન્ડ

જન્મ : ઇ.સ. ૧૮૮૬, (વેનિસ)  મૃત્યુ : ૧.૧૧.૧૯૭૨.
મધ્યકાલિન અંગ્રેજી, ઇટાલિયન, ફ્રેન્ચ, ગ્રીક, લેટિન, ચાઇનિઝ અને જાપાનીઝ ભાષામાં સાહિત્યનો ઉંડો અભ્યાસ કરી વિવિધ સંસ્કૃતિઓને પોતાની કવિતાઓમાં દાખલ કરનાર, કવિના પણ કવિ બનેલા અવા ઉત્તમ કવિ.

 

 

 

 


નવેમ્બર

ડૉ. મહેન્દ્રલાલ સરકાર

જન્મ : ૨.૧૧.૧૮૩૩, (હાવડા-બંગાળ) 
મૃત્યુ : ઇ.સ. ૧૯૦૩.

હિન્દમાં વિજ્ઞાન-શિક્ષણનો ખ્યાલ લાવનાર, તબીબ, વિજ્ઞાન વિકાસ મંડળના સ્થાપક અને વિસ્તારક અને વિજ્ઞાનની અગત્યતા સમજાવનાર. 

 

 

 

 


નવેમ્બર

શ્રી પૃથ્વીરાજ કપુર

જન્મ : ૩.૧૧.૧૯૦૬, (પેશાવર)  મૃત્યુ : ૨૮.૫.૧૯૭૨.
ભારતની સંગીત-નાટક અકાદમીના સભ્ય, પ્રથમ ફિલ્મી અભિનેતા, પદ્મભૂષણ, પૃથ્વી થીએટરના સ્થાપક, અભિનય દ્વારા દેશની જરૂરિયાત, ભાવનાઓ, પ્રશ્નોને સમાજ સામે લાવનાર વિશ્વવિખ્યાત સફળ કલાકાર.

 

 

 

 


નવેમ્બર

શ્રી જાસુદેવ બલવંત ફડકે

જન્મ : ૪.૧૧.૧૮૪૫, (પેશાવર)  મૃત્યુ : ૧૭.૨.૧૮૮૩.
૧૮૫૭ના વિપ્લવ પછી જાગેલી જનક્રાંતિના પ્રથમ શહિદ, અનન્ય દેશભક્ત, પ્રથમવાર અંગ્રેજોએ કરેલ ભારતની દુર્દશાનું આંકડાકીય વિશ્લેષણ જનતા સમક્ષ રજૂ કરનાર, કાલાપાણીની સજાના ગુનેગાર અને મહાન ક્રાંતિકારી.

 

 

 

 


નવેમ્બર

ચિત્તરંજનદાસ 'દેશબંધુ'

જન્મ : ૫.૧૧.૧૮૨૦, (પેશાવર)  મૃત્યુ : ૧૬.૬.૧૯૨૫.
ગાંધીજીના ભક્ત પણ વૈચારિક મતભેદથે જુદા પડી ધારાસભામાં જોડાઇ રાજકીય સફળતા મેળવી બ્રિટિશ સરકાર સાથે વાટાઘાટો કરનાર, રાષ્ટ્રીય વિદ્યાપીઠના સ્થાપક, દેશના સમર્થ દેશભક્ત અને રાજપુરૂષ.

 

 

 

 


નવેમ્બર

શ્રી અરદેશર ફરામજી ખબરદાર

જન્મ : ૬.૧૧.૧૮૮૧, (દમણ) 
મૃત્યુ : ૩૦.૭.૧૯૫૩.

વિજ્ઞાન, તત્વજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, આધ્યાત્મ, હિન્દુ ધર્મશાસ્ત્ર વગેરેના ઊંડા અભ્યાસી, વેપારી અને સાહિત્યકાર, રાષ્ટ્રપ્રેમને લગતા 'કા' પ્રત્યયવાળા કાવ્યસંગ્રહોના રચયિતા અને ગુજરાતી કવિ.

 

 

 

 


નવેમ્બર

ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી

જન્મ : ૭.૧૧.૧૮૩૯, (જૂનાગઢ) 
મૃત્યુ : ૧૬.૩.૧૮૮૮.

તબીબ હોવા છતાં, પ્રાચિન શીલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ અને તેના પરની લિપી ઉકેલનાર, પુરાતત્વવિદ અને આયુર્વેદાચાર્ય.

 

 

 

 


નવેમ્બર

માદામ રોલાં

જન્મ : ઇ.સ. ૧૭૪૧, (પેરિસ)  મૃત્યુ : ૮.૧૧.૧૭૯૩.
ઇતિહાસ, વિજ્ઞાન, ધર્મ, તત્વજ્ઞાન, સંગીત, નૃત્ય અને ચિત્રકળામાં પારંગતપારંગત, ફ્રાન્સના ક્રાંતિકારી અને ગૃહપ્રધાન.

 

 

 

 


નવેમ્બર

પ્રો.ધોંડો કેશવ કર્વે

જન્મ : ૧૮.૫.૧૮૫૮, (મુરૂડ-કોંકણ)  મૃત્યુ : ૯.૧૧.૧૯૬૨.
મહારાષ્ટ્રના સુપ્રસિધ્ધ કેળવણીકાર, સ્ત્રીઓના ઉધ્ધારક, સમાજસેવક, ગણિતના અધ્યાપક, અનેક સમાજ પરિવર્તનની સંસ્થાઓ અને હાલની SNDT UNI.ના  સ્થાપક, ભારતરત્ન અને પદ્મવિભૂષણ, પરિશ્રમના પારસમણિ.

 

 

 

 

૧૦ નવેમ્બર

શ્રી સુરેન્દ્રનાથ દુર્ગાચરણ બેનરજી

જન્મ : ૧૦.૧૧.૧૮૪૮, (બંગાળ) 
મૃત્યુ : ૬.૮.૧૯૨૫.

ભારતના નીડર લડવૈયા, રાજકારણના ઊંડા અભ્યાસી, યુવકોના આચાર્ય, પ્રખર વક્તા, સમર્થ પત્રકાર, 'સર', સાચા દેશભક્ત અને રિપન કૉલેજના સ્થાપક.

 

 

 

 

૧૧ નવેમ્બર

મૌલાના અબ્દુલ કલામ આઝાદ

જન્મ : ૧૧.૧૧.૧૮૮૮, (મક્કા) 
મૃત્યુ : ૨૧.૨.૧૯૫૮.

વિચારપ્રચૂર લખાણોથી વિશ્વને ચકિત કરનાર તેજસ્વી સાહિત્યકાર, કોમી એકતાવાદી અને સ્વાતંત્ર્ય સેનાની, અલ-હિલાલ સાપ્તાહિકના સંપાદક, અરેબિક સાહિત્યના પ્રખર વિદ્વાન અને ભારતના કેળવણી પ્રધાન.

 

 

 

 

૧૨ નવેમ્બર

શ્રી પાંડુરંગ મહાદેવ બાપટ

જન્મ : ૧૨.૧૧.૧૮૮૦, (મક્કા) 
મૃત્યુ : ૨૮.૧૧.૧૯૬૦.

કઠોર અને સ્થિતપ્રજ્ઞ સેવક, સશસ્ત્રક્રાંતિના હિમાયતી, 'સેનાપતિ', ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના ભિષ્મ પિતામહ, ગાતાના ફિલસૂફ, ભારતની અખંડિતતાના ઉપાસક. 

 

 

 

 

૧૩ નવેમ્બર

શ્રી લક્ષ્મીનારાયણ ર. વ્યાસ 'સ્વપ્નર્સ્થ'

જન્મ : ૧૩.૧૧.૧૯૧૩, (રાજકોટ) 
મૃત્યુ : ૨૩.૧૦.૧૯૭૦.

અંગત લાગણીઓને સ્પર્શતી કવિતાઓ અને દીર્ઘ નવલિકાઓના લેખક, સાહિત્યસંસ્કારી કવિ.

 

 

 

 

૧૪ નવેમ્બર

પંડિત જવાહરલાલ નહેરૂ

જન્મ : ૧૪.૧૧.૧૮૮૯, (...?...)  મૃત્યુ : ૨૭.૫.૧૯૬૪.
જેમનો જન્મદિવસ 'બાળદિન' તરીકે ઉજવાય છે તેવા વિશ્વના ઇતિહાસમાં અમરત્વ પામેલા, ભારતરત્ન, અસહકારની ચળવળના સક્રિય કાર્યકર, ભારતના પ્રથમ વડાપ્રધાન, 'પંચશીલ'ના સિધ્ધાંતોના પ્રણેતા.

 

 

 

 

૧૫ નવેમ્બર

શ્રી ગિજુભાઇ બધેકા

જન્મ : ૧૫.૧૧.૧૮૮૫, (વલ્લભીપુર)  મૃત્યુ : ૨૫.૬.૧૯૩૯.
'બાળકોની મૂછાળી મ', ગુજરાતમાં મોન્ટેસરી પધ્ધતિથી બાળ-કેળવણીના બીજ રોપનાર, ભાવનગરની 'દક્ષિણામૂર્તિ' અને અધ્યાપન મંદિરના સ્થાપક.

 

 

 

 

૧૬ નવેમ્બર

પ્રો. ફિરોઝ કાસવજી દાવર

જન્મ : ૧૬.૧૧.૧૮૯૨, (અહેમદનગર) 
મૃત્યુ : ૩.૨.૧૯૭૮.

અંગ્રેજી વિષયના ગુજરાતના બહુશ્રુત વિદ્યાપુરૂષ, વિદ્યાગુરૂ, વિદ્વાન, વિદ્યાવ્યાસંગી, શિક્ષણજગતના હરતા-ફરતા પુસ્તકાલય.

 

 

 

 

૧૭ નવેમ્બર

શ્રીમતિ મીરા અલ્ફોન્ઝે 'માતાજી'

જન્મ : ૨૧.૨.૧૮૭૮, (પેરિસ)  મૃત્યુ : ૧૭.૧૧.૧૯૭૩.
ભારતની આધ્યાત્મ-સાધનાને વિશ્વસમાજમાં લઇ જનાર, શ્રી અરવિંદના અનન્ય ભક્ત-અનુગામી અને મુખ્ય કાર્યકર.

 

 

 

 

૧૮ નવેમ્બર

શ્રી જયંતિ ઘેલાભાઇ દલાલ

જન્મ : ૧૮.૧૧.૧૯૦૯, (અમદાવાદ) 
મૃત્યુ : ૨૪.૮.૧૯૭૦.

પત્રકાર, નાટ્યલેખક, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક, ગતિ અને રેખાના સંપાદક, દરેક ક્ષેત્રમાં પોતાની કૃતિનું પ્રદાન કરી પોતાની કુશળ, મર્મજ્ઞ અને રસજ્ઞ સાહિત્યકાર તરીકેની કાયમી છાપ મૂકી જનાર ગુજરાતી.

 

 

 

 

૧૯ નવેમ્બર

શ્રીમતિ ઇન્દિરા ગાંધી

જન્મ : ૧૯.૧૧.૧૯૧૭, (અમદાવાદ)
મૃત્યુ : ૩૧.૧૦.૧૯૮૪.

ભારતના અતિ લોકપ્રિય અને પ્રથમ મહિલા વડાપ્રધાન, રાજકારણની આંટીઘૂંટીઓ અને વણસેલી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાની વિશિષ્ટ આંતરિક શક્તિ ધરાવતા વિશ્વપ્રિય અને ઉંચા IQ ધરાવનાર અનોખા સન્નારી.

 

 

 

 

૨૦ નવેમ્બર

શ્રી સત્યેન્દ્ર બસુ અને કન્હાઇ દત્ત

જન્મ : .....               
મૃત્યુ : ૨૦૧૧.૧૯૦૮ (ફાંસી).

ભારતના મહાન ક્રાંતિકારી, જેમના દેહની પવિત્ર ભસ્મ લોકો ડબીઓમાં ભરી લઇ ગયા હતા એવા ભારતના વીર શહિદો.

 

 

 

 

૨૧ નવેમ્બર

ડૉ. ચંદ્રશેખર વી. રામન

જન્મ : ૭.૧૧.૧૮૮૮,(તિરૂચિરાપલ્લી)
મૃત્યુ: ૨૧.૧૧.૧૯૭૦.

પોતાની બૌધ્ધિક પ્રતિભા, વિવિધ ક્ષેત્રોમાં બહુવિધ અભિરૂચિ, વિજ્ઞાન પ્રત્યેની લગની દ્વારા વિશ્વના વૈજ્ઞાનિકોને પ્રેરણા આપનાર, રામન ઇન્સ્ટી. જેવી અનેક સંશોધન પ્રયોગશાળાઓ સ્થાપનાર, ફિઝિક્સના જનક, રામન ઇફેક્ટના શોધક અને ભારતરત્ન.

 

 

 

 

૨૨ નવેમ્બર

જહોન એફ. કેનેડી

જન્મ : ૨૯.૫.૧૯૧૭,(બોસ્ટન)
મૃત્યુ :  ૨૨.૧૧.૧૯૬૩.

અમેરિકાના સૌથી નાની ઉંમરના અને સૌથી લોકપ્રિય રાષ્ટ્રપ્રમુખ, હબસીઓને સમાન હક્ક અપાવનાર, બહાદૂર સૈનિક અને ઑનર્સ.

 

 

 

 

૨૩ નવેમ્બર

સર જગદિશચંદ્ર બોઝ 'બસુ'

જન્મ : ૩૦.૧૧.૧૮૫૮,(ફરિદપુર)
મૃત્યુ :  ૨૩.૧૧.૧૯૩૭.

વિશ્વને વનસ્પતિ-ચેતનાની નવી જ દિશા આપનાર, પ્રચંડ અને મેઘાવી વનસ્પતિ અને ભૌતિક વિજ્ઞાની, ભારતના 'સર' અને 'ડૉક્ટર', અનેક શોધોના માલિક, બસુ વિદ્યા મંદિરના સ્થાપક અને ભારતના સપૂત.

 

 

 

 

૨૪ નવેમ્બર

વૉલ્તેર

જન્મ : ૨૪.૧૧.૧૬૯૪,(પેરિસ)
મૃત્યુ :  ૩૦.૫.૧૭૭૮.

ફ્રાન્સની લોકક્રાંતિના પ્રમુખ જનક, અન્યાયના ઉગ્ર વિરોધી, મહાન ક્રાંતિકારી, વિશ્વના પ્રખર સાહિત્યકાર. 

 

 

 

 

૨૫ નવેમ્બર

શ્રી ગુણવંતરાય પોપટલાલ આચાર્ય

જન્મ : ૯.૯.૧૯૦૦,(જેતલસર)
મૃત્યુ :  ૨૫.૧૧.૧૯૬૫.

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત નવલકથાકાર, પત્રકાર, લેખક અને જાગૃત સર્જક.

 

 

 

 

૨૬ નવેમ્બર

શ્રી ગણેશ વાસુદેવ માવલંકર

જન્મ : ૨૬.૧૧.૧૮૮૮,(રત્નાગિરી)
મૃત્યુ :  ૨૭.૨.૧૯૫૬.

લોકહૃદય પ્રતિષ્ઠિત, ગાંધીજીના પરમ ભક્ત, સરદારના વિશ્વાસુ, ભારતના પ્રથમ અને આદર્શ સ્પીકર, સ્ત્રી-ઉધ્ધારના હિમાયતી, દીર્ઘદ્રષ્ટા એવા ભારતના સપૂત.

 

 

 

 

૨૭ નવેમ્બર

શ્રી કિશનસિંહ ચાવડા 'જિપ્સી'

જન્મ : ૨૭.૧૧.૧૯૦૪,(વડોદરા)
મૃત્યુ :  ઇ.સ. ૧૯૭૯.

સુક્ષ્મ-સંવેદનશીલ ગદ્યશૈલી ધરાવતા પ્રખર ગદ્યસ્વામિ, સ્વાનુભાવોને કલાઘાટ આપનાર ગુજરાતના પ્રથમ સાહિત્યકાર.

 

 

 

 

૨૮ નવેમ્બર

શ્રી કરસનદાસ માણેક

જન્મ : ૨૮.૧૧.૧૯૦૧,(કરાચી)
મૃત્યુ :  ઇ.સ. ૧૯૮૦.

સમાજ વ્યવસ્થામાં રહેલા અન્યાયો, વિવિધ પ્રકારના ભેદભાવોથી ઉકળી ઉઠેલા, હરિના લોચનીયા જેવા અમર પદ્ય આપનાર, ભારતના વ્યાસ-વાલ્મિકી.

 

 

 

 

૨૯ નવેમ્બર

શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર 'ઠક્કરબાપા'

જન્મ : ૨૯.૧૧.૧૮૬૯,(ભાવનગર)
મૃત્યુ :  ઇ.સ. ૧૯૫૧.

'સેવાના સાગર અને આદર્શ મૂર્તિ', ભીલ સમાજની સેવાના ભેખધારી, હરિજન સેવાસંઘના મંત્રી અને ભારતના એક માત્ર સેવક.

 

 

 

 

૩૦ નવેમ્બર

સર વિઠ્ઠલદાસ ઠાકરશી

જન્મ : ૩૦.૧૧.૧૮૭૩,(મુંબઇ)
મૃત્યુ :  ૧૨.૮.૧૯૨૨.

દેર્ઘદ્રષ્ટિયુક્ત વ્યવહારૂ, ઉદ્યોગપતિ, શૈક્ષણિક-સામાજિક સંસ્થાઓમાં દાન આપનાર, મુંબઇના મેયર.

 

 

 

 

 

 

 

 

 

..... 'કુમાર' અને અન્ય સાહિત્યમાંથી સંકલન .....